આર્મી અને CRPFમાં ફરક શું છે? CRPFને પેન્શન અને શહીદનો દરજ્જો કેમ નથી મળતો?


આપણે ત્યાં બધા લોકો સેના અને અર્ધસૈનિક દળોને એક જ માનતા હોય છે. છેલ્લા થોડા દિવસોથી એવી ચર્ચાઓ ચાલી રહી છે. લોકો સેના અને સૈનિકો અને અર્ધસૈનિક દળોના જવાનોમાં વધુ ફરક નથી કરી શકતા. તેમનું કામ અમે સેવા શરતો પણ અલગ અલગ હોય છે. તેવામાં સેના અને અર્ધસૈનિક દળોના અંતરને સમજવું જરૂરી છે.

૧. કેવી રીતે કામ કરે છે સેનાઓ?

 સેનામાં માત્ર ઇન્ડીયન આર્મી, એયરફોર્સ અને ઇન્ડીયન નેવી જોડાયેલા છે. સેના સામાન્ય રીતે યુદ્ધ વખતે મોરચો સંભાળે છે. શાંતિના સમયે સેના દેશ આખામાં સેના માટે બનાવવામાં આવેલી છાવણી એટલે કેન્ટોન્મેન્ટમાં રહે છે. આર્મી, એયરફોર્સ અને નેવી માટે જુદી જુદી રિહાયશી વિસ્તારમાં બનાવવામાં આવલી છે.
સામાન્ય રીતે જ્યારે યુદ્ધ નથી હોતું, તો સેનાઓ ત્યાં રહે છે. નેવીનું કામ દરિયાઈ સરહદોની સુરક્ષા કરવાનું હોય છે, એટલા માટે તેને શાંતિના સમયમાં દરિયાઈ સરહદ ઉપર હાજર રહેવાનું હોય છે. ત્રણે સેનાઓમાં સૈનિકની સંખ્યા લગભગ ૧૩.૫૦ લાખ છે. સેના સુરક્ષા મંત્રાલય હેઠળ કામ કરે છે. સેનામાં લેફટીનેંટ, મેજર, કર્નલ, બ્રિગેડીયર, મેજર જનરલ વગેરે કેટેગરી હોય છે. સૈનિકોને નિવૃત્તિ પછી પેન્શન મળે છે.


૨. અર્ધસૈનિક દળોમાં કોણ કોણ જોડાયેલા હોય છે?

Central Armed Police Forces ના સુરક્ષા દળોમાં CRPF, BSF, ITBP, CISF, Assam Rifles અને SSB જોડાયેલા છે. દેશમાં અર્ધસૈનિક દળોના જવાનોની સંખ્યા ૯ લાખથી વધુ છે. અર્ધસૈનિક દળોને બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, ચીન, ભૂતાન અને નેપાળ સાથે જોડાયેલી સરહદો ઉપર ફરજ બજાવવી પડે છે.

અર્ધસૈનિક દળોમાં સિવિલ પોલીસની જેમ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, આસીસ્ટન ક્માંડેટ અને ક્માંડેટ, ડીઆઈજી, આઈજી અને ડીજીની પોસ્ટ હોય છે. અર્ધસૈનિક દળોમાં નિવૃત્તિ પછી આર્મીની જેમ પેન્શન નથી મળતું. અર્ધસૈનિક દળો ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે.

CRPF – આતંકવાદ અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પણ સીઆરપીએફ એટલે કેન્દ્રીય રીઝર્વ પોલિસ દળને ગોઠવવામાં આવે છે.

BSF – સરહદ સુરક્ષા દળોને બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદોની ફરજ ઉપર મુકવામાં આવે છે. બીએસએફ શાંતિના સમયમાં ગોઠવવામાં આવે છે. યુદ્ધના સમયમાં બીએસએફને બદલે સેના કામગીરી સંભાળે છે. સરહદ ઉપર શાંતિના સમયમાં સેનાના જવાન સરહદથી દુર રહે છે.

ITBP – ભારત તિબેટ સરહદ ઉપર ભારત-તિબેટ સરહદ પોલીસને ગોઠવવામાં આવે છે.

CISF – કેન્દ્રીય ઔધ્યોગિક સુરક્ષા દળ ઉપર સરકારી ઉપક્રમોની સુરક્ષાની જવાબદારી છે.

Assam Rifles – તેને આસામના ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં ફરજ બજાવવાની હોય છે.

SSB – સશસ્ત્ર સરહદ દળને ભારત-નેપાળ સરહદ ઉપર ગોઠવવામાં આવે છે.


૩. અર્ધસૈનિક દળોની મોટી ફરિયાદ કઈ રહેતી હોય છે ?

અર્ધસૈનિક દળો છેલ્લા ઘણા વર્ષોથી સેના જેવા લાભ માગી રહ્યા છે. તેમની ફરિયાદ રહે છે કે તે પણ સેના જેવી પરિસ્થિતિઓમાં દેશની અંદર અને સરહદ ઉપર કામ કરે છે. એટલે તેમને પણ તેની જેમ જ સેવા શરત અને સન્માન મળવા જોઈએ. જેવા સેનાને મળે છે. કોન્ફેડરેશન ઓફ નિવૃત્ત પેરા મિલેટ્રી એસોસીએશનના મહાસચિવ રણવીર સિંહના જણાવ્યા મુજબ. 

સાતમાં પગાર ધોરણમાં અર્ધસૈનિક દળોને સિવિલયનની જવાબદારી આપવામાં આવી છે. એક પછી એક પેન્શનની વાત તો દુર, સાતમાં પગાર ધોરણના તેના ભથ્થા પણ નથી આપ્યા. અર્ધસૈનિક દળોના જવાનો સાથે સરકાર ઓરમાયું વર્તન કરતી રહી છે. ન માત્ર પેન્શન બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ ફોજીઓની જેમ એમએસપી પણ નથી આપવામાં આવતું. બીજું તો ઠીક સેનાની કેન્ટીનમાં જીએસટીની છૂટ આપવામાં આવી છે, પરંતુ અર્ધસૈનિક દળોની કેન્ટીનમાં જીએસટી માંથી કોઈ છૂટ નથી મળી.

હકીકતમાં અર્ધસૈનિક દળ પણ સેના સાથે મળીને દેશ અને દેશના નાગરિકોનું રક્ષણ કરી રહ્યા છે. એટલે તેમની સેવાને ઓછી આંકવું યોગ્ય ન ગણવામાં આવી શકાય.


No comments:

Post a Comment

Any Message frome Awesome Creative