સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ નવી કાર કે બાઈક ખરીદવા જાય તો તેની માઇલેજ અથવા એવરેજ વિશે પૂછતો હોય છે. ખરીદનાર અચૂક જાણવા માંગતો હોય છે કે, ગાડી એક લીટર પેટ્રોલ કે ડીઝલમાં કેટલી ચાલે છે, પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે, દરરોજ લાખો લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડતા વિમાનની એવરેજ કેટલી હશે. વિમાનમાં વપરાતા ઇંધણને ATF(એવિએશન ટર્બાઈન ફ્યુઅલ) કહેવામાં આવે છે. તેના વપરાશ વિશે મોટાભાગના લોકોને ખબર નથી હોતી. આ આર્ટિકલમાં અમે તમને એ જ જણાવી રહ્યા છીએ કે, વિમાન ઉડે તે દરમિયાન કેટલા લીટર ફ્યુઅલ વાપરે છે.
10 કલાકની ઉડાન દરમિયાન 1 લાખ 36 હજાર લીટર ઇંઘણ વપરાય છે
- દુનિયાના સૌથી મોટા કોમર્શિયલ વિમાનોમાંથી એક બોઇંગ 747ની એવરેજની વાત કરીએ તો વિમાન તેની ઉડાન દરમિયાન એક સેકન્ડમાં 1 ગેલન(3.78 લીટર) ફ્યુઅલ વાપરે છે. આ રીતે 10 કલાકની ઉડાન દરમિયાન તેમાં લગભગ 36 હજાર ગેલન એટલે કે 1 લાખ 36 હજાર લીટર ઇંઘણ ખર્ચાઈ જાય છે.
- બોઇંગ 747 બનાવતી કંપનીની વેબસાઈટ પ્રમાણે, એક કિલોમીટર ઉડાન ભરવા માટે આ પ્લેન અંદાજે 12 લીટર ફ્યુઅલ વાપરે છે. આ વિમાનમાં બેસીને એક સાથે 568 લોકો મુસાફરી કરી શકે છે. તેની વધારેમાં વધારે ઝડપ 900 કિમી/કલાક હોય છે.
ઇંઘણ બચાવવા ઘણી પદ્ધતિનો ઉપયોગ કરાય છે
- વિમાનમાં થતા આટલા વધારે ઇંઘણના વપરાશને જોતા અહીંયા પણ તેને બચાવવા માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
- સૌથી ખાસ વાત વિમાનોની ડાયરેક્ટ રુટિંગની હોય છે. એટલે કે, વિમાનને લાંબા રસ્તેથી લઈ જવાના બદલે સીધા રસ્તે લઈ જવામાં આવે છે. ફ્યુઅલ સેવિંગ માટે આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ કરાય છે.
- આ સિવાય ફ્યુઅલ બચાવવા માટે સામાન્ય ગાડીઓની જેમ વિમાનોને પણ એક નક્કી કરાયેલી ઝડપે ઉડવવામાં આવે છે, જેનાથી ઇંઘણનો વપરાશ ઘટી જાય છે.
- આ ઉપરાંત વિમાનનું ઓછું વજન પણ ઇંઘણના વપરાશમાં ફાયદો કરાવે છે. જે વિમાનનું વજન જેટલું ઓછું હશે એટલો ઇંઘણનો વપરાશ ઓછો થશે.
ઘણા પ્રકારના હોય છે એવિએશન ફ્યુઅલ
- સામાન્ય રીતે ઉડ્ડયન ક્ષેત્રમાં વપરાતા ફ્યુઅલ બે પ્રકારના હોય છે. જેટ ફ્યુઅલ અને એવગેસ(ઉડ્ડયન ગેસોલીન). તેમાંથી જેટ ફ્યુઅલ અનલીડેડ કેરોસીન બેઝ્ડ હોય છે અને મોટા-મોટા એરક્રાફ્ટમાં વપરાય છે અને એવગેસ(Avgas) નાના પિસ્ટન એન્જિન ધરાવતા એરક્રાફ્ટમાં વપરાય છે.
No comments:
Post a Comment
Any Message frome Awesome Creative